આપ તારીખ 07/07/2020 થી લોગીન કરી પોતાનો બાયોડેટા જોય અને અપડૅટ કરી શકશો.

જૈન જાગૃતિ સેન્ટર અંકલેશ્વર

જૈન જાગૃતિ સેન્ટર અંકલેશ્વર 2009 થી અંકલેશ્વર માં કાર્યરત છે . જેજેસી અંકલેશ્વર ની સ્થાપના ની સાથે સામાજિક સેવાકીય-મેડિકલ- એજ્યુકેશન- સાધર્મિક- કુદરતી આફત વિગેરે ક્ષેત્ર માં અવિરત કાર્યરત છે.

નવમો સમસ્ત જૈન અપરિણીત યુવક-યુવતી પરિચય મેળો-2020

જેજેસી અંકલેશ્વર દ્વારા જૈન સમાજ ના અપરણિત યુવક યુવતી ના સફળતા પૂર્વક આઠ મેળા નું ભૂતકાળ માં આયોજન કરી ચુક્યા છીએ અને 4000 થી વધુ યુવક યુવતીઓ એ મેળા માં ભાગ લઈ પ્રભુતા માં પગલાં માંડ્યા છે. નવમા મેળા નું ઓનલાઈન આયોજન કરવા જઈ રહ્યું છે. આ મેળા માં આપને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર બાદ આપને ઓનલાઈન એકબીજા ના બાયોડેટા જોઈ શકશો એવું આયોજન કરવામાં આવશે તથા તે ઉપરાંત યુવા મેળા ની બુક પણ બનાવમાં આવશે અને એ બુક આપને આપવામાં આવશે.

Jain Jagruti Center Yuvak Yuvti Parichay Mela 2020

જૈન જાગૃતિ સેન્ટર - અંકલેશ્વર
નિયમો:-

(1) યુવક રજીસ્ટ્રેશન ફી 500/- યુવતી રજીસ્ટ્રેશન ફી 100/-
(2) કોઈપણ સંજોગોમાં ફી ના રૂપિયા પરત મળશે નહીં.
(3) ફોર્મ ભરતી વખતે પાસવર્ડ નાખવાનું રહેશે અને તે પાસવર્ડ આપને જયારે જયારે વેબસાઈટ ખોલ્યા બાદ આપના અને અન્ય ના બાયોડેટા જોવા માટે જરૂર પડશે.માટે પાસવર્ડ યાદ રાખવું જરૂરી છે.
(4) ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20/06/2020 છે ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
(5) આપ ઓનલાઈન એકબીજા ના બાયોડેટા તારીખ 07/07/2020 થી જોઈ શકશો.
(6) બુક ડીસ્પેચ ની તારીખ હાલ કોઈ નક્કી નથી જ્યાં સુધી લોકડાઉન સંપૂર્ણ નહીં ખુલે ત્યાર બાદ ટીપી વર્ક થશે અને ત્યારબાદ પ્રિન્ટિંગ થયા પછી આપને બુક આપવામાં આવશે.
(7) આ બધી માહિતી અમારી વેબસાઈટ પર અવારનવાર મુકવામાં આવશે. માટે કોઈપણ કાર્ય ની પ્રગતિ ને જોવા માટે આપ અમારી વેબસાઈટ જોતા રહેશો.
(8) ફોર્મ ના ચાર્જ સિવાય પેમેન્ટ ગેટવે કંપનીનો ચાર્જ + GST આપના શિરે રહેશે.
(9) ટેક્નિકલ ખામી અથવા સંજોગો વસાત સમય માં અને અન્ય બાબતો નો ફેરફાર કરવા નો સંપૂર્ણ હક્ક સંસ્થા ને અબાધિત છે અને રહેશે. જૈન સિવાય અન્ય કોઈ સમાજ ના ફોર્મ અસ્વીકાર્ય રહેશે અને એવા સંજોગો માં ભરેલ નાણાં પરત મળશે નહીં. ફોર્મ માં આપના દ્વારા આપેલ માહિતી સંપૂર્ણ સત્ય છે તેમ માની બુક પ્રિન્ટ કરવામાં આવશે.
(10) ફોર્મ માં ભરેલ માહિતી ની સત્યતા થી સંસ્થા વાકેફ નથી માટે કોઈપણ કાર્ય આગળ વધારતા પહેલા તપાસ કરી લેશો. વિવાહિત સ્થિતિ લખવી જરૂરી છે
(11) 18 થી 40 વર્ષ ના અપરિણીત અને વિધવા વિધુર ઉમેદવાર ફોર્મ ભરશો. આ સિવાય ના ઉમેદવાર ના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને ભરેલ નાણા પરત મળશે નહીં .
Login Now